Google
 

ઈન્ટરનેટ સામ્રાજ્ય પર રાજ કરનાર ગૂગલે હાલમાં જ ૨૭ સપ્ટેમ્બરે ૧૨ વર્ષ પૂરાં કર્યા. ૧૨ વર્ષ જેટલી ટીનેજર ઉંમર થઈ હોવા છતાં ગૂગલ આજે ઘણું મેચ્યોર અને પાવરફુલ બની ગયું છે. ગૂગલની સર્ચ એન્જિન તરીકે છાપ એટલી ગાઢ રહી છે કે જીમેલ અને ઓરકુટ સિવાય તેની અન્ય સર્વિસ કોઈની આંખે ચઢી નથી. ગૂગલે ન જાણે કેટકેટલી સર્વિસ આમઆદમી માટે મૂકી છે ત્યારે જાણીએ ૧૨ વર્ષ પૂરાં કરનાર ગૂગલની અજાણ ૧૨ સર્વિસ વિશે.


Google SketchUp
ગૂગલની આ સેવા એન્જિનિયર્સ અને આર્કિટેક્ચર્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ગૂગલ સ્કેચઅપ દ્વારા કોઈ પણ વસ્તુનું તમે 3D મોડેલ બનાવી શકો છો. તમારી ઈચ્છા અને ધારણા શક્તિ મુજબ તમે કોઈ પણ ચિત્ર કે દ્રશ્યને 3D મોડેલમાં કન્વર્ટ કરી શકો છો. ઘરનું ડેકોરેશન, બિલ્ડિંગ મોડેલ, આદર્શ સિટીની રચના, શોપિંગ મોલ, ગોડાઉન તેમ જ ગૂગલ અર્થમાં તમારા મનપસંદ લોકેશનને માર્ક કરીને તેમાં પણ જે-તે સ્થળને 3D મોડેલમાં બનાવી શકો છો. આ અદ્ભુત સોફ્ટવેર કમાલ દ્વારા કોઈ પણ ચિત્રને સજીવ કરી શકાય છે. ગૂગલ સ્કેચઅપના ફ્રી અને પ્રો એમ બે વર્ઝન છે જેમાં પ્રો વર્ઝન ખરીદવું પડતું હોય છે. જે ખાસ કરીને બિઝનેસના હેતુ માટે ઉપયોગી છે. વધુ માહિતી માટે
http://sketchup.google.com




Google Notebook
ઘણી વાર તમે ઈન્ટરનેટ પર કોઈ વિષય પર સર્ચ કરતાં હોવ ત્યારે ઉપયોગી માહિતીને નોટ કરી રાખવી પડતી હોય છે. જો કે તમારી પાસે તે સમયે નોટબુક જેવું હોય તો ઉપયોગી રહે છે, પરંતુ જ્યારે તમે મુસાફરી કરતાં હોવ અથવા તો નોટબુક જેવું કાંઈ ન હોય ત્યારે ગૂગલની આ ‘નોટબુક’ સેવા રૃડી લાગે છે. નોટબુકની જેમ જ સિમ્પલ તમે ઓનલાઈન તમારું લોગઈન કરી તમારી નોટ્સ તેમાં લખી શકો છો તેમ જ ગમે ત્યાં અને ગમે ત્યારે ઓનલાઈન હોવાથી ઓપન પણ કરી શકો છો. વળી, આ નોટ્સને તમે તમારા મિત્રો સાથે ઈમેલ દ્વારા શેર પણ કરી શકો છો. વધુ માહિતી માટે

Google Page Creator
ગૂગલની આ સર્વિસ તમને વેબ પેજ બનાવી આપવામાં મદદ કરે છે. તમે ઓનલાઈન કોઈ પણ પ્રકારનું વેબ પેજ બનાવી શકો છો જેનું હોસ્ટિંગ પણ ગૂગલ પોતાના સર્વર પર જ કરે છે. HTMLનું બેઝિક નોલેજ ન હોય તેમ છતાં પણ તમે ‘પેજ ક્રિએટર’ની મદદથી તમારું મનપસંદ વેબ પેજ બનાવી શકો છો. જેમાં તમને તમારા પેજને સ્ટોર કરવા માટે ગૂગલ 100 MB જેટલી જગ્યા આપે છે તેમ જ જુદા જુદા ટેમ્પલેટ્સના ઓપ્શન પણ આપે છે. વધુ માહિતી માટે href="http://pages.google.com">http://pages.google.com
Google Base
ગૂગલ બેઝ એક એવી સર્વિસ છે જેમાં તમે તમારા ધંધા કે વ્યવસાયની માહિતી ઓનલાઈન સબમીટ કરી શકો છો અને તે ગૂગલની અન્ય સર્વિસ પર તેને સર્ચ કરાવીને તમે લાભ લઈ શકો છો. ગૂગલ બેઝ એ એક પ્રકારનું મર્ચન્ટ સેન્ટર છે જ્યાં તમે કોઈ પણ વસ્તુ વેચવા માટે લિસ્ટિંગ કરાવી શકો છો તે પછી લખાણ હોય કે ઇમેજ. આ એક પ્રકારની ટચૂકડી જાહેરખબર જેવું કામ કરે છે જે તમને વાહન લે-વેચ, પ્રોપર્ટી, નોકરી વગેરે જેવી કેટેગરી મુજબ લિસ્ટિંગ કરવાનું ઓપ્શન મળી રહે છે. અહીં સબમીટ કરવાથી ગૂગલની અન્ય સર્વિસ પર તમારા ધંધા કે વ્યવસાયની જાહેરાત થાય અને તે પણ મફતમાં તે સૌથી મોટો લાભ રહેશે તમારી માટે. વધુ માહિતી માટે http://www. google.com/base
Google Docs
ગૂગલની આ સર્વિસના નામ પરથી જ ખ્યાલ આવી જાય છે કે દસ્તાવેજી કામને લગતી સર્વિસ છે. હા, ગૂગલની આ સર્વિસ માઈક્રોસોફ્ટ ઓફિસના મુખ્ય વર્ડ, એક્સેલ અને પાવરપોઈન્ટ સોફ્ટવેર્સનું ઓપ્શન છે, પરંતુ અહીં વિશેષતા એ છે કે આ પ્રોગ્રામ્સ તમને ઓનલાઈન મળી રહે છે જેથી તમે ગમે ત્યારે ઓનલાઈન જ એડિટ તેમ જ સેવ કરી શકો છો. વર્ડ, એક્સેલ અને પાવરપોઈન્ટની જેવી તમામ સુવિધાઓ અહીં ઓનલાઈન જ મળી રહેતી હોવાથી ઉપયોગી બની રહે છે. તેમ જ તમે તમારા ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન જ સેવ થતાં હોવાથી તમે તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો. વધુ માહિતી માટે http://docs.google.com

Google Translate
ગૂગલની આ સેવા દુનિયાની ૫૭ ભાષાઓમાં તમારી માહિતીનું ભાષાંતર કરી આપે છે. ગૂગલ ટ્રાન્સલેટ તમારા લખાણ તેમ જ આખેઆખા વેબપેજને પણ અલગ અલગ ભાષામાં સેકન્ડોમાં ટ્રાન્સલેટ કરી આપે છે. ભારતીય ભાષાઓમાં ફક્ત હિન્દીનો જ સમાવેશ થઈ શક્યો છે એટલે મે કદાચ જાપાનીઝ અને ચાઈનીઝ જેવી ભારે ભાષાઓને અત્યારે હાલ તો હિન્દીમાં જ ટ્રાન્સલેટ કરી શકશો. વધુ માહિતી માટે http:// translate.google.com
Google Transliterateગૂગલ ટ્રાન્સલીરેટ એ એક એવી સેવા છે જેમાં તમે ઓનલાઈન તમારી ભાષામાં (યુનિકોડ) ટાઈપ કરી શકો છો અને તે પણ એકદમ સરળ રીતે. જેમ કે જો તમારે ગુજરાતીમાં “કેમ છો” લખવું હોય તો તમારે ભાષા ગુજરાતી સિલેક્ટ કરી બોક્સમાં “kem chho” લખવાનું રહેશે. બસ, આ રીતે તમે કોઈ પણ ભાષામાં સરળ રીતે લખી શકો છો. ખાસ કરીને જ્યારે કોઈ વેબસાઈટમાં આપણી ભાષામાં કોમેન્ટ આપવી હોય કે અન્ય લખાણ સબમીટ કરવું હોય ત્યારે આ સેવા ખરેખર કામ આવે છે. વધુ માહિતી માટે http://www. google.com/transliterate
Google City tours
ગૂગલની સિટી ટુર્સ તમારા કોઈ પણ પ્રવાસનું પ્લાનિંગ કરી આપે છે. જેમ કે તમારે આખા સફરની નકશા મુજબ સ્થળ તેમ જ ત્યાંથી જતા રસ્તા અને તેના દ્વારા લાગતા સમયનો એક ચોક્કસ અંદાજ કાઢી આપે છે. તમે ત્યાં તમારા લોકેશન નાંખતા જશો અને બાજુમાં તમારા પ્રવાસનો નકશો તૈયાર થતો જશે અને સાથે સાથે સ્થળોની અન્ય માહિતીઓ પણ ગૂગલની આ સેવા પૂરી પાડે છે. ખરેખર, હવે જ્યારે પણ પ્રવાસનું પ્લાનિંગ કરો ત્યારે આ સેવા અજમાવી જોજો, સો ટકા તમને ગમશે. વધુ માહિતી માટે http://citytours.googlelabs.com
Google Sets
ગૂગલ સેટ્સ એ એક પ્રકારની સરળ સેવા છે જે તમે આપેલાં અમુક સેમ્પલ્સ પરથી તે જ વસ્તુઓને લગતી અન્ય વસ્તુઓની યાદી બનાવી આપે છે. એકદમ સિમ્પલ સેવા છે પરંતુ ફન અને ક્યારેક માહિતીકારક પણ નીવડી શકે છે. જેમ કે તમે કોઈ પ્રાણીનું નામ નાંખશો તો તેને લાગતા વળગતાં અન્ય પ્રાણીઓ તેમ જ વસ્તુઓનું લિસ્ટ ગૂગલ એક સેકન્ડમાં જ આપી દે છે. આવી જ રીતે તમે કંઈ પણ નાંખી શકો છો અને જ્યારે મગજ પર વધુ ભાર ન આપવો હોય અને લાંબી યાદી મેળવવી હોય ત્યારે લાભદાયક છે આ સેવા. વધુ માહિતી માટે http://labs.google.com/sets

Google Fastflip
જો તમે ન્યૂઝ લવર છો અને તમારી પાસે ન્યૂઝને ઓનલાઈન વાંચવા વધારે સમય હોતો નથી તો ખાસ તમારી માટે ગૂગલની આ ફાસ્ટફ્લીપ સેવા ઉપયોગી રહેશે. અહીં એક જ જગ્યાએ તમને બધી જ જાણીતી ન્યૂઝ વેબસાઈટ મળી રહે છે જેથી એક જ નજરમાં તમે દરેક વેબસાઈટને જોઈ શકો છો. તેમ જ જુદી જુદી કેટેગરી મુજબ પણ વેબસાઈટો પર ટૂંક સમયમાં ઝડપી તેમ જ વધારે ન્યૂઝ વાંચી શકો છો. વધુ માહિતી માટે http:// fastflip.g ooglelabs.com
Google Squared
આ સર્વિસ દ્વારા તમે જે-તે વિષયની વિગતવાર માહિતી નાંખી શકો છો જેમાં યુઝર પોતે પણ માહિતી સબમીટ કરી શકે છે. જેમ કે તમે જો તાજમહેલ વિશે સર્ચ કરો છો તો તે એક ટેબલ બનાવે છે જેમાં તેના વિશેની માહિતી, ફોટો અને અન્ય માહિતી બતાવે છે. જ્યાં તમે તમારી પોતાની કોલમ ઉમેરીની અન્ય માહિતી પણ નાંખી શકો છો. આમ આ માહિતી સામે અન્ય યુઝર પણ માહિતી ભરી શકે છે અને તે વધારે ને વધારે સમૃદ્ધ બનતું જાય છે. વધુ માહિતી માટે http://www. google.com/squared
Gapminderઆ સર્વિસ ગૂગલની પાર્ટનર સેવા છે. જેમાં ઓનલાઈન એપ્લિકેશન દ્વારા તમે જુદા જુદા દેશ અને તેમની જીયોગ્રાફિક તેમ જ ડેમોગ્રાફિક માહિતી આકર્ષક ગ્રાફિક વ્યૂમાં જોઈ શકો છો. જેમાં દેશના લોકોની હેલ્થ અને વેલ્થ કેવી છે તેને ગ્રાફ પ્રમાણે તેમ જ અન્ય ગ્રાફિક લૂકમાં પ્રેઝેન્ટ કરીને બતાવે છે. હેલ્થ અને વેલ્થ સિવાય અન્ય વિષય પર પણ દેશની માહિતીઓ વર્ષ મુજબ જાણવા મળે છે. ખરેખર, ઉપયોગી માહિતી મળી શકે છે ગૂગલની આ ગેપમાઈન્ડર સેવામાંથી. વધુ માહિતી માટે http://tools.google. com/gapminder

પૃષ્ઠો